SAVE TO FARMER

SAVE FARMER

                 





મિત્રો,
એક વાર વાચજોહો.. 
બહું સાચી વાત છે.
મોંઘવારીની ખોટી બૂમાબૂમ.... 
અને ખેડૂતોને બરબાદ કરવાનું કાવતરૂ...
કોઇને મૂળ વસ્તુ ખાવી નથી અને બજારમાં મળતી પ્રોસેસ કરેલી કંપનીની ભેળસેળવાળી અને અનહાયજેનિક  વાનગી ખાવાની ટેવ પડી ગઇ છે
જેમકે...
ટામેટા ખાવા નથી પણ ટમેટાનો કેચઅપ જેના કિલોના 100 થી 200 રૂપિયા  હોય
તોય મોજથી ખાયછે...
લીંબું પીવા નથી પણ,
લેમન સોડા મોજથી પીવાય છે...
બોટલ કે સાબુના પેકિગ ઉપર લીંબુંનું ચિત્ર હોય તોય સાબુ ની કિમત રૂપિયા 45 કે 60 માં  ખરીદતા મોઘવારી લાગતી નથી...
માથામાં નાખવાનું તેલ કે શેમ્પુની બોટલ પર ફકત બદામયૂકત
લખેલ હોય કે લીંબું  ચિતરેલ હોય...
રામ જાણે..
કેટલાં લીંબુ કે બદામ નાખ્યા
હોય પરંતું તે 150 થી 200 રૂપિયામાં ફકત 50 કે 100 મિ.લિ.એટલે કે,
એક લિટર રૂપિયા1500 થી 2500 થયા
જેમાં કોઇને મોઘવારી નડતી નથી...
જયારે શીગતેલ ફકત
રૂપિયા 150 એક કિલો એટલે રૂપીયા15નું 100 મિ.લિ.
છતાં  મોંઘું પડવાની બૂમો પાડીએ...
દૂધ કોઇને ખાવું નથી પણ,  ચોકલેટની જાહેરાતમાં દુધ મલાઇ ચોકલેટ બતાવેને મોઢામાં પાણી આવે રૂપિયા 5 થી10 ની એક ચોકલેટ ફકત 5 કે 10 ગ્રામની હોય એટલે કે, એક કિલોના રૂપિયા 500 થી માંડીને 700 થયા. જયારે દુધના ફકત
રૂપિયા 45/60 એક લિટરના છે છતાં મોંઘવારીની બૂમ...
નારિયેળ પાણી પીવું નથી પણ, પેપ્સી રૂપિયા 60ની લિટર
હોંશે-હોંશે પીવે અને નારિયેળ રૂપિયા 20 માં મોંઘું પડે...
શીંગ કોઇને ખાવી પોસાતી નથી પણ શીંગભજીયા કે તેની ચિકી રૂપિયા 20 માં 25 ગ્રામ
એટલે કે, રૂપિયા 800 એક કિલોના થાય...
જયારે,  મગફળીના એક કિલોના રૂપિયા 45 છતાં મોંઘવારીની બૂમો...
ચિકુ, સફરજન, કેળા,
દાડમ કે અન્ય ફળો કોઇને
ખાવા નથી. પણ, તેમાથી
બનતા જ્યુસ કે પીણાં સૌ
40-50 રૂપિયામાં 200 મિ.લિ. પીએ છે.
પરંતુ, મૂળ વસ્તુના કિલોના
એટલા દેવા મોંઘા પડે છે...
ફરસાણના લારીએ રોજ ઉભા ઉભા રૂપિયા વીસના સો ગ્રામ
લેખે કિલોના 200 રૂપિયા વાપરે છે.
પરંતુ, 
ચણાના કિલોના રૂપિયા 70 થાય તો તરત મોંઘવારીની બૂમો પડવા લાગે...
વેફર કે મગ દાળ 10 કે 20 ગ્રામ રૂપિયા 10 માં મળે
જેના કિલોના રૂપિયા 500 થયા જે કયારેય કોઇને મોંઘા પડયા નથી !
તે જેમાંથી બને તેના ભાવ ફકત રૂપિયા 90/કિલોના થાય તરત મોઘવારીની બૂમાબૂમ થાય...
હોટલમાં એક સબ્જી (250ગ્રામ) ડીશના 200ની આસપાસ  હોય છે તેનો વાંધો નહિ.
પણ,  જયારે શાકભાજીના ભાવ અછતના લીધે કયારેક જ રૂપિયા 50 કે 70 કિલો થાય તો વળી પાછી મોંઘવારીની બૂમો...
આનાથી ઉંધું...
જ્યારે ભાવો ઘટે ત્યારે ખેડૂતોની વહારે કોઇ મીડિયાવાળા કે  રાજકારણી આવતા નથીં...
તો આવો આપણે સૌ *ખેડૂત બચાવો' દેશ બચાવો*નો સંકલ્પ કરીએ અને ઉપર બતાવેલ સત્ય હકીકતને ધ્યાને લઇ મૂળ વસ્તુ- ખેત ઉત્પાદન છે તેનો ખાવામાં ઉપયોગ કરીએ. ખોટી બજારમાં  મોંઘવારી પેદા કરે એવી પ્રોસેસ કરેલી વસ્તુઓ ન ખાવી...
અસલ વસ્તુઓ ખાવી...
ખેડૂતોને પૂરતા ભાવ આપશો તોયે...
સરવાળે,
ચારગણી સસ્તી મળશે !!!
ખેતી કરતો ખંતથી,

જગતાત અમારૂ નામ;
પરસેવાની છે કમાણી,
પાકના આપો પૂરાં દામ!
   ખેડૂત પરીવાર..
✊ખેડૂત બચાવો અભિયાન✊

0 comments:

Post a Comment

News

Recent Articles

Technology

Famous Posts

Search This Blog

Blog Archive

Food

Translate

Entertainment

Counter Clock

page counter

Fashion

Technology

Comments system

Er.KaranModi

Action is the Most Important Key to any Success....

Recent

Popular