SBI કસ્ટમર્સે એકાઉન્ટમાં રાખવું પડશે મિનિમમ બેલેન્સ, નહીં તો દંડ ભરવા રહેજો તૈયાર૧લી એપ્રિલથી નવો નિયમ અમલી : શહેર - ગામડા માટે અલગ કાયદાનવી દિલ્હી તા. ૪ : અકાઉન્ટ હોલ્ડર્સ માટે પોતાના એકાઉન્ટમાં ન્યૂનતમ બેલેન્સને જાળવી રાખવું અનિવાર્ય કરવા માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ કહ્યું છે કે, તે ૧લી એપ્રિલથી એવા ડિફોલ્ટર્સ પાસેથી દંડ લેવાનું શરૂકરશે.એસબીઆઈએ મેટ્રો શહેરો માટે ન્યૂનતમ બેલેન્સ૫,૦૦૦રૂપિયા, શહેરી વિસ્તારો માટે ૩,૦૦૦રૂપિયા, અર્ધ-શહેરી વિસ્તારો માટે ૨,૦૦૦રૂપિયા અને ગ્રામ્ય વિસ્તારો માટે ૧,૦૦૦રૂપિયા નક્કી કર્યા છે. જો અકાઉન્ટ હોલ્ડરના અકાઉન્ટમાં આ ન્યૂનતમ બેલેન્સથી ઓછારૂપિયારહેશે તો ૧ એપ્રિલથી તેના પર દંડ લગાવાશે. આ દંડ અનિવાર્ય ન્યૂનતમ બેલેન્સ અને તેમાં ઘટાડાની વચ્ચેના અંતર પર આધારિત હશે.મેટ્રો શહેરમાં જો ન્યૂનતમ બેલેન્સમાં ૭૫ ટકાથી ઓછું હશે તો સર્વિસ ટેકસની સાથે ૧૦૦રૂપિયાનો દંડ આપવો પડશે. જો ન્યૂનતમ બેલેન્સમાં ઘટાડો ૫૦-૭૫ ટકાની વચ્ચે છે તો સર્વિસ ટેકસની સાથે ૭૫રૂપિયા દંડ આપવો પડશે. તો ૫૦ ટકાથી ઓછું બેલેન્સ રહેવા પર સર્વિસ ટેકસની સાથે ૫૦રૂપિયા દંડ ભરવો પડશે.બીજી તરફ ગ્રામ્ય વિસ્તારો માટે ન્યૂનતમ બેલેન્સ ન રાખવા પર સર્વિસ ટેકસ પર ૨૦રૂપિયાથી લઈને ૫૦રૂપિયા દંડ આપવો પડશે. ૧લી એપ્રિલથી એસબીઆઈ બ્રાંચમાં એક મહિનામાં ત્રણ કેશ ટ્રાન્જેકશન પછી કરવામાં આવનારા પ્રત્યેક ટ્રાન્ઝેકશન પર ૫૦રૂપિયા ચાર્જ પણ વસૂલવામાં આવશે. (૨૧.૭)
-------------------------------------------- તમામ સેવિંગ્સ અકાઉન્ટસને મોબાઇલ તેમજ આધાર સાથે લિન્ક કરવા બેન્કોને સુચનામોબાઇલ બેન્કિંગના પ્રચાર-પ્રસાર માટે ૩૧ માર્ચ સુધીમાં આ કાર્ય પતાવવાનો આદેશનવી દિલ્હી તા.૪ : કેન્દ્ર સરકારે તમામ બેન્કોને દરેક સેવિંગ્સ અકાઉન્ટસને મોબાઇલ નંબર તેમજ આધાર નંબર સાથે લિન્ક કરવાનો આદેશઆપ્યો છે. આ કામ ૩૧ માર્ચ સુધીમાં કરવાની સરકારની સુચના છે જેથી મોબાઇલ બેન્કિંગ ઝડપથી શરૂકરી શકાય.સરકારે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને કહ્યું છે કે 'મોબાઇલ નંબરથી મોબાઇલ બેન્કિંગ સંભવ બનશે, જ્યારે આધાર નંબરથી આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ લાગુ કરી શકાશે. મિનિસ્ટ્રી ઓફ ઇલેકટ્રોનિકસ એન્ડ ઇન્ફેર્મેશન ટેકનોલોજીઝને સરકારે ડિજીટલ વ્યવહારો અને પેમેન્ટને પ્રમોટ કરવાની જવાબદારી સોંપી છે. અત્યારે માત્ર ૬૫ ટકા સેવિંગ્સ અકાઉન્ટસ મોબાઇલ સાથે લિન્ક છે અને ૫૦ ટકા આધાર નંબર સાથે જોડાયેલા છે.'આ ૬૫ ટકામાંથી માત્ર ૨૦ ટકા મોબાઇલ બેન્કિંગ માટે એનેબલ્ડ છે. સરકાર ઇચ્છે છે કે વધુ લોકો આનો ઉપયોગ કરે એથી એને પ્રોત્સાહન આપવા મંત્રાલયને કહ્યું છે. પરિણામે લોકોબેન્કની શાખામાં કે એટીએમમાં ઓછા આવે અને મોબાઇલ મારફત બેન્કિંગ વ્યવહાર પતાવી શકે. એ માટે સરકારે બેન્કોને મોટા પાયે ઝુંબેશનો આરંભ કરવા કહ્યું છે અને ગ્રાહકોને તકલીફ ન પડે એવી સુવિધા વિકસાવવાનું કહ્યું છે.(૨૩.૪)
0 comments:
Post a Comment