NEW UPDATED RULES OF INCOME TAX OF INDIA IN 2017

*બજેટ-નાણાંકીય વર્ષ 2017-18(આકારણી  વર્ષ 2018-19)ની ઇન્કમટેક્ષની જોગવાઈઓ સરળ શબ્દોમાં*:-





*કલમ 44A:* 
~2 લાખની વાર્ષિક આવક  અથવા 25 લાખનું વાર્ષિક ટર્નઓવર ધરાવનારને ચોપડા રાખવામાંથી મુક્તિ

*કલમ 139(1)*
માં દંડ માટે *કલમ 234F* દાખલ  કરવામાં આવી છે તે અનુસાર,
~ઑડીટ સિવાયના કેસોમાં જો ઇન્કમટેક્ષ રિટર્ન 31,જુલાઈ પછી પરંતુ 31,ડિસેંબર સુધીમાં ન ભરાય તો ₹5000 સુધીનો દંડ અને 31 માર્ચ સુધીમાં ન ભરાય તો ₹ 10,000/- late fees / penalty 


*રિફંડ:*
~*કલમ 244A*
 અનુસાર હવેથી રિટર્ન ભર્યા તારીખથી રિફંડ છૂટું થયા તારીખ સુધીનું વાર્ષિક 6%લેખે  વ્યાજ અપાશે.
~હવેથી 1 વર્ષમાં રિફંડ છૂટું કરી દેવાશે.

~*કલમ 244(1)(B)* 
અનુસાર હવેથી નિર્ધારિત રકમ કરતાં વધુ ભરેલ   Advance Tax,Self-Assessment Tax ની રકમ પર વ્યાજ ચૂકવવામાં આવશે.
~જ્યારે કલમ 234A,કલમ 234B,કલમ 234C અને કલમ 220(2) અનુસાર ટેક્ષની રકમ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરાશે.
~E-Assessment નો વ્યાપ વધારાશે જે અનુસાર સ્ક્રુટિની હેઠળના કેસોમાં પણ આકારણીનું રિફંડ વ્યાજ સાથે ચુકવવાનું રહેશે.



~*કલમ 194 IB*
 અનુસાર હવેથી માસિક ₹50000થી વધુ ઘરનું ભાડું ચુકવનારે વાર્ષિક ભાડાની રકમમાંથી 5% TDS કાપીને ભાડું ચુકવવું પડશે.


*કેપિટલ  ગેઈન:*
~કેપિટલ ગેઈન ની ગણત્રી માટે Base Year 1981 ને બદલે 2001 ગણાશે.


*કલમ 10(38)*માં સુધારો:
~જો 1-10-2004 પછી STT (Securities Transaction Tax) ચૂકવ્યાં વગર શેર ખરીદવામાં આવ્યા હોય તો LTCG ( Long Term Capital Gain)લાંબાગાળાના મૂડી નફાનો લાભ નહિ મળે.
~IPO અને Bonus શેરમાં LTCG લાગું નહિ પડે.
~LTCG માટે સ્થાવર મિલકતનો Holding Period 3 વર્ષ થી ઘટાડીને 2 વર્ષ કરેલ છે.


*કેપિટલ  ગેઈન બોન્ડ*
~*કલમ 54EC*  અનુસાર 50 લાખસુધીના કેપિટલ ગેઈનનું રોકાણ કરવા માટે  NHAI અને RECLના બોન્ડ  ઉપરાંત એવા નિયત કરાયેલ બોન્ડ કે જે 3 વર્ષમાં Redeemable હોય તે માન્ય  ગણાશે.


*TDS:*

~ પ્રોફેશનલ  ફી ની ચૂકવણીમાં 2% લેખે TDS  કાપવો પડશે.
~ફોર્મ 15G અને ફોર્મ 15H નો વ્યાપ વધારાયો.
~₹15000નું કમિશન મેળવનાર Insurance Agent ફોર્મ 15G અને ફોર્મ 15H આપી શકશે.

*બિલ્ડર:* 
~31-3-2017 સુધીમાં Completion Certificate મેળવનાર બિલ્ડરને 31-3-2018 પછી વેચાયા વિના પડી રહેલા મકાનોની ભાડાની કાલ્પનિક આવક ગણીને તેના પર ટેક્ષ ભરવો પડશે.

~ હવેથી પ્રોજેકટની BUC મેળવ્યા બાદ જમીન માલિકને કેપિટલ ગેઈન ટેક્ષ લાગશે.


~*કલમ 80IBA*
 અનુસાર પ્રોજેકટમાં 30-સ્ક્વેર મીટર-4 મેટ્રોપોલિટન શહેરો માટે અને 
60 સ્ક્વેર મીટર- તે સિવાયના ભારતના શહેરો માટેની ગણતરી
બિલ્ટ -અપ અેરીયાને બદલે કાર્પેટ અેરીયા તરીકે ગણવામાં આવશે.અને પ્રોજેક્ટ 3 વર્ષ  ને બદલે 5 વર્ષમાં પુરો કરવાનો રહેશે.


*ઇન્કમટેક્ષ રિટર્ન:*
~5 લાખથી ઓછી બિન ધંધાકીય આવક ધરાવનાર માટે 1 પાનાનું રિટર્ન બહાર પડાશે.
~રાજકીય પક્ષો માટે નિર્ધારીત  સમયગાળામાં ઇન્કમટેક્ષ રિટર્ન ભરવાનું ફરજિયાત બનાવેલ છે.


*રિવાઈઝડ ઇન્કમટેક્ષ રિટર્ન:*
~ ઇન્કમટેક્ષ રિટર્ન 12 મહિનામાં રિવાઈઝ કરી શકાશે.


*ટેક્ષ રેટમાં ફેરફાર:*
~વ્યક્તિગત અને HUF કરદાતાઓ કે જે  2.50 લાખથી 5.00 લાખની મર્યાદામાં આવક ધરાવતા હોય તેમને માટે ટેક્ષનો દર 5% રહેશે.
~50 કરોડ સુધીનો વકરો ધરાવતી કંપની માટે ટેક્ષનો દર 25% રહેશે.



*રિબેટ:*
~*કલમ 87A* હેઠળ હવે  ₹3.50 લાખ સુધીની આવક ધરાવનારને ₹5000ને બદલે ₹2500 ટેક્ષમાંથી રિબેટ મળવાપાત્ર રહેશે.



*સરચાર્જ:*
~50 લાખથી 1 કરોડ સુધીની આવક ધરાવનારને 10% સરચાર્જ લાગુ પડશે.
~જ્યારે 1 કરોડથી વધુ આવક ધરાવનારને 15% સરચાર્જ ચાલુ રહેશે.



*સ્ક્રુટિની:* 
~નવા કરદાતાઑ 1 વર્ષ માટે સ્ક્રુટિનીને પાત્ર બનશે નહિ.
~હવેથી સ્ક્રુટિની કેસ આકારણી વર્ષના અંતથી 18 મહિનામાં પૂર્ણ કરવા પડશે.ત્યારબાદ આકારણી 12 મહિનામાં પૂરી કરવી પડશે.


*રોકડ પર નિયંત્રણ:* 
~*કલમ 269T* અનુસાર ₹3 લાખથી વધુની રોકડ કોઈપણ વ્યક્તિ પાસેથી અેક દિવસમાં કે અેક ટ્રાન્સૅકશનના સંદર્ભમાં લેવા પર નિયંત્રણ  મુકવામાં આવેલ છે.આ જોગવાઇનો ભંગ કરનારને  *કલમ 271DA* અનુસાર જેટલી રોકડ મેળવી હોય તેટલો દંડ કરવામાં આવશે.

~હવેથી કોઈપણ મૂડીખર્ચના  સંદર્ભમાં  ₹10000થી વધુ રોકડ ચૂકવણી કરી શકાશે નહિ.



*TCS:*

~દાગીનાઓના વેચાણના સંદર્ભમાં TCS ની જોગવાઈ પડતી મુકવામાં આવી છે.


*ધાર્મિક દાન:*
~હવેથી *કલમ 80G* અનુસાર માત્ર ₹2000 રોકડ દાન સ્વીકારી શકાશે.


*રાજકીય પક્ષોને દાન:* 
~હવેથી રાજકીય પક્ષો કોઇપણ એક વ્યક્તિ પાસેથી ₹2000 રોકડ દાન સ્વીકારી શકાશે.
~હવેથી *કલમ 44AD* હેઠળ ચેકથી અથવા ડિજીટલ માધ્યમથી ખરીદ અને વેચાણના સંદર્ભમાં કુલ  વકરાના 6% લેખે નફો બતાવી શકાશે.



*ઓડીટ:* 
~હવેથી 2 કરોડથી વધુના Total Turnover કે Gross Receipts સંદર્ભમાં જ ઓડીટની જવાબદારી લાગુ પડશે.
~*RGESS* (Rajiv Gandhi Equity Savings Scheme) બંધ કરવામાં આવેલ છે.



*ઈન્કમટેક્ષ રિટર્ન ની ચકાસણી  સત્તા:*
~જો ઈન્કમટેક્ષ વિભાગના સર્ચ દરમ્યાન ₹50 લાખથી વધુની છુપી આવક અથવા સમ્પત્તિ મળી આવશે તો 10 વર્ષ(2007) જૂના ઈન્કમટેક્ષ રિટર્નોની ચકાસણી થશે.
~ગેરકાયદેસર વિદેશી મિલકત ધરાવનારના 16 વર્ષ જૂના ઈન્કમટેક્ષ રિટર્નોની ચકાસણી થશે.
આવકવેરા વિભાગને ઉપરોકત સત્તા  આપવા માટે *કલમ 153A,કલમ 132, કલમ 132A*  માં ફેરફાર કરવામાં આવ્યો છે.



~*(NPS) National Pension System:* 

હેઠળ  કરેલ રોકાણમાંથી ઈમર્જેન્સી કેસમાં કરેલ  25% સુધીના ઉપાડ પર કોઈ ટેક્ષ નહિ લાગે.



~*MAT( Minimum Alternate Tax):* 

 Carry Forward  કરવાની સમયમર્યાદા 10 થી વધારીને 15 વર્ષ  કરવામાં આવી છે.
~ વ્યવસાયીકો 1 હપ્તામાં Advance Tax ભરી શકશે.


*મકાન મિલકતનુ નુકશાન:*
~*કલમ 71* માં સુધારા અનુસાર હવેથી માત્ર ₹2 લાખ સુધીનું નુકસાન અન્ય આવક સામે set-off કરી શકાશે અને બાકીની રકમ 8 નાણાંકીય વર્ષ સુધી Carry- forward કરી શકાશે.



*ગિફટ:*
~*કલમ 56(2)(x)* અનુસાર હવેથી દરેક કરદાતાના હાથમાં  ₹50 હજારથી વધુની ગિફટ કરપાત્ર  થશે.



*ફરજિયાત પાનકાર્ડ:*
~દરેક નાણાંકીય લેવડદેવડો  માટે પાનકાર્ડ
ફરજિયાત બનાવાયું છે.


THANKS FOR VISIT

0 comments:

Post a Comment

News

Recent Articles

Technology

Famous Posts

Search This Blog

Blog Archive

Food

Translate

Entertainment

Counter Clock

page counter

Fashion

Technology

Comments system

Er.KaranModi

Action is the Most Important Key to any Success....

Recent

Popular