*વાસ્તુ શાસ્ત્રના કેટલાક ઉપાયો*
♂જીવન મા આ નાની નાની વસ્તુ નો બદલાવ લાવીને ઘરમા વાસ્તુ દોષ ને નહિવત કરીને સુખી થવાના ઉપાયો જાણીએ..........
રાત્રે સૂતી વખતે તમારું માથું દક્ષિણ દિશા કે પૂર્વ દિશામાં રહે તેવી રીતે પથારી કરવી.
નાહીધોઈને ઘરની સ્ત્રીએ ઉંબરાનું સાથીયો કે કંકુપગલા જેવા શુભ ચિહનો દ્રારા પૂજન કરવું.ઘરમાંથી આવજા કરતી વખતે આ પૂજા કરાયેલા સાથિયા ઉપર પગ ન મૂકો.
ઘરમાં મંદિર કે ભગવાનનો ફોટો વગેરે ઇશાન ખૂણામાં કે પૂર્વ દિશામાં રાખો. પૂજા કરતી વખતે આપણું મુખ પૂર્વ દિશામાં રહે તે રીતે બેસવું.ઘરમાં મંદિર જમીનથી ત્રણ ફુટથી વધુ ઊંચુ ન રાખો.
પૂજામાં બે શિવલિંગ કે ત્રણ ગણપતિ ન રાખો- એમ કરવાથી દેવદોષ થાય છે.
તિજોરી, પૈસા રાખવાનો કબાટ પશ્ચિમ તરફની દીવાલે પૂર્વ તરફ ખુલે તે રીતે અથવા દક્ષિણ તરફની દીવાલે ઉત્તર મોઢે ખુલે તેમ રાખો.આવા તિજોરી/કબાટ ઉપર અન્ય કોઈ જ ચીજ વસ્તુ ન રાખો. તે ભાર કરશે.ડ્રોઈંગ રૂમમાં પણ પૂર્વ તથા ઉત્તરની દીવાલો ખાલી રાખો.
પ્રેરણાદાયી તથા ધાર્મિક ચિત્રો ત્યાં રાખી શકો.
સુશોભન માટે ઘરમાં કદી ગીધ, કાગડો, ઘુવડ, વાંદરો, હિંસક પ્રાણીઓ વગેરે જેવા રૌદ્ર પ્રકારના ફોટા કે ચિત્રો ન રાખો.
મકાનમાં જો બીમ હોય તો તેની નીચે બેઠક ન રાખો. આમ થશે તો કમર- પીઠનો દુઃખાવો તથા સ્પોન્ડીલાઈટીસ થવાથી શકયતા વધે છે.
સૂતી વખતે માથા ઉપર બીમ આવે તો લાંબાગાળે માથાનો દુઃખાવો તથા અનિદ્રા થશે.
ડાઈનિંગ ટેબલ બીમથી દૂર ગોઠવવું જોઈએ. બીમ નીચે જમવા બેસવાથી ઉછીના આપેલ પૈસા પછા આવતા નથી અને ખર્ચા છે.
ઘરમાં કેકટસ કે કાટાંળા છોડ શોભા માટે ન રાખવા કે ઉગાડવા કારણ તેનાથી ઘરમાં સભ્યો વચ્ચે શત્રૂતા વધશે.
તમારા ઘરનું બારણું દક્ષિણ દિશામાં છે તો તે દોષ દૂર કરવા બારણા ઉપર ગણેશજીને બેસાડવાથી વાસ્તુદોષ દૂર થાય છે.
ભગવાનના ગૃહમંદિરમાં મૃત દાદા- દાદી કે વડીલોની છબી કે ફોટો રાખવાનો નિષેધ છે. આપણા કોઈપણ વડવાઓની તસવીરો પૂજાના રૂમમાં કે મંદિરમાં ન રાખો.
પીપળાનું વૃક્ષ મકાનની આસપાસ હોય તો ભૂલેચુકે કાપવું નહીં, તેની પૂજા કરવી. જાણી જોઈને આ વુક્ષ વાવવું નહીં અને આપણા ઘરમાં, ફળીયામાં કે આસપાસ જો હોય તો પૂજા કરવી.
ભોજન કરતી વખતે મુખ પુર્વ કે પશ્ચિમમાં રહે તેમ બેસવું.
અભ્યાસ કરતા બાળકે આસન પાથરી અને પૂર્વ તરફ મોઢું રાખી અભ્યાસ કરવો.
ઘરમાં આવવા જવા માટે મુખ્ય દરવાજાનો જ ઉપયોગ કરવો. શુભ કર્યા માટે આવવા/જવા માટે પાછલા કે અન્ય દરવાજાનો ઉપયોગ ન કરવો.
નાસ્તો કરતી વખતે કે ભોજન કરતી વખતે ગાશો નહિં.
સંધ્યા સમય પછી ઝાડું કાઢશો નહિં. ઝાડું કાઢો તો કચરો ટોપલીમાં ભેગો કરી રાખશો. કચરાની ટોપલી કદી ઈશાન ખૂણામાં ન રાખો.
ઘરમાં ખાટલો, પાટલો, સાવરણીૐ કાર જ્યોતિષ કે સૂંપડું ઉભુ રાખશો નહિં. આમ થવાથી ઘરમાં કંકાશ થશે અને ગરીબી આવશે.
દાદરા નીચે બેસીને પૂજા ન કરો.
ઘરમાં તૂટેલો અરીસો, તડ પડી ગઈ હોય તેવો પણ રાખશો નહીં. એ દુર્ભાગ્ય લઈ આવશે.
ખજૂરી, દાડમ, કેળ, બોરડી ઘરના ફળીયામાં ન વાવો. સંતતિનો નાશ થશે.
પુરૂષોએ રાત્રે કપાળમાં તિલક કરી સૂઈ જવું નહિ.
નવા વસ્ત્રો ઉત્તર દિશા તરફ મુખ રાખી ધારણ કરવા.
દાતણ કે બ્રશ સવારે પશ્ચિમ દિશા તરફ મુખ રાખી કરવા.
પૂજા કરવામાં સાથિયો ઊંધો ન દોરવો.
સંધ્યા સમયે ઘરમાં ખૂબ પ્રસન્નતા રાખો. તે સમયે અશાંતિ કે ઝઘડા કરવાથી વાસ્તુદેવતા કોપાયમાન થાય છે.
હતાશા કે નિરાશામાં પણ નિઃસંતાન નાખી‘ઓય રે’ ‘ હાય રે’ અથવા તો ‘ હું આ ઘરથી થાકી ને કંટાળી ગઈ છું’વગેરે શબ્દો ન બોલો. નિયતિ (પ્રારબ્ધ) સુક્ષ્મ રીતે તમારા માટે તેવો દિવસ હકીકત લાવી દેશે.
આખા વરસમાં બે વખત ભલે સત્યનારાયણની કથા જેવા પણ દેવકાર્યો કરો.
સંધ્યા સમયે તથા સવારે નાહીંને ઘરમાં અવશ્ય દીવાબત્તી કરો.
ઘરની સૌધાગ્યવતી સ્ત્રીઓએ કાળા કપડાં ન પહેરવાં. સેંથો પૂરી, મંગલસૂત્ર પહેરી, બંગડી પહેરી અને જ રહેવું- આ તમારું સૌભાગ્ય વધારશે.ફેશનને ખાતર ઘરમાં ચંપલ પહેરીને ફરશો નહીં.ઘરની દિવાલોનો તથા બારી- બારણાનો રંગ શુભ રાખવો. લાલ કે કાળો રંગ ન વાપરવો.ઘરમાં તિરાડ પડી હોય તો પુરાવી નાખવી.
ઘરમાં મંદિર તરફ પૂજા જરૂરથી રાખવી.ઘરમાં તુલસીની પૂજા જરૂર થી રાખવી.
પ્રવેશદ્રારની સામે તરત જ ઘરમાં જૂતા સ્ટેન્ડ ન રાખો.ઘરની દિવાલો પર કુદરતી દ્રશ્યનું ચિત્ર સુખ શાંતિ આપે છે, ધોધનું ચિત્ર કારકિર્દી માટે પ્રગતિકારક છે. ફુલોનું ચિત્ર ઉત્સાહ પ્રેરે છે, ઈષ્ટદેવનું ચિત્ર આસુરી શકિતનો નાશ કરે છે. પાણીના ઝરણાનું ચિત્ર સંપત્તિમાં વૃધ્ધિ કરે છે. 7 ઘોડા નુ ચિત્ર સકારાત્મક ઉર્જા આપે છે.
જીવનને ભંગાર ન બનાવવું હોય તો ઘરમાંથી ભંગાર કાઢો. પસ્તી તૂટેલા રમકડાં, તૂટેલા ફોટા, ધૂળ ખાતાં ખોખાં, ડબા- ડુબલી જે કાંઈ રોજીંદા વપરાશમાં ન આવતું હોય તે બધું કાઢો. ઘરમાંથી ફાટેલા કપડાં, જૂના ગાભા, જૂના કેલેન્ડરો, રંગના સૂકાઈ ગયેલા ડબ્બા, તુટેલા બ્રશ, તૂટેલા દાંતિયા, બંધ પડેલી ઘડિયાળ, જૂના ટયુબ- ટાયર બધું નિકાલ કરી નાખો. દાદરા કે સીડી નીચે કોઈ કચરો કે ભંગાર, નકામી વસ્તુ ન રાખો.
સામાન્ય લાગતા આ નાના-નાના ઉપાયો કરો અને જુઓ તમારું નસીબ ચમકી ઉઠશે.
0 comments:
Post a Comment